“ભારત જોડો અભિયાન” આયોજીત
બંધારણનું આમુખ
(અર્થ અને સુચિતાર્થો)
તજજ્ઞ :- પ્રો. હેમંતકુમાર શાહ
ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જયંતિ નિમિતે
તારીખ: ૧૪ એપ્રિલ ૨૦૨૩, સમય – ૯ થી ૫, સ્થળ – જીવનતીર્થ, જૂના કોબા, ગાંધીનગર.
૧૧ શબ્દોની સમજૂતી:
- સાર્વભૌમત્વ
- સમાજવાદ
- બિન-સાંપ્રદાયિકતા
- લોકશાહી
- પ્રજાસત્તાક
- ન્યાય
- સ્વતંત્રતા
- સમાનતા
- વ્યક્તિનું ગૌરવ
- રાષ્ટ્રની એકતા અને અખંડતા
- બંધુતા
આમુખનો પાઠ
“અમે ભારતના લોકો ભારતને સાર્વભૌમ, સમાજવાદી, બિન – સાંપ્રદાયિક, લોકશાહી, પ્રજાસત્તાક તરીકે સ્થાપવાનો તથા સર્વ નાગરિકોને સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય, વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા; દરજ્જા અને તકની સમાનતા; તેઓ સર્વમાં વ્યક્તિનું ગૌરવ અને રાષ્ટ્રની એકતા અને અખંડતા સુદ્રઢ કરે તેવી બંધુતા વિકસાવવાનો ગંભીરતાપૂર્વક સંકલ્પ કરીને અમારી સંવિધાનસભામાં ૨૬ નવેમ્બર, ૧૯૪૯ના રોજ આથી આ સંવિધાન અપનાવી. તેને અભીનીયમ કરી અમને પોતાને અર્પિત કરીએ છોએ.”
- પ્રાર્થના – ૐ તત્ સત્ શ્રી નારાયણ તું…
- ૧૦ મિનિટ મૌન
- સૌ પ્રથમ રાજ્ય, સરકાર, અને રાષ્ટ્રની ઊંડાણ પૂર્વક સમજૂતી અને ભેદની સમજ આપી.
- રાજ્ય એ કાયમી છે. જ્યારે સરકાર એ કાયમી નથી.
- ભારત મારા માટે છે. હું ભારત માટે નથી – હેમંતશાહ
લોકોએ પોતાનાં સુખ, શાંતિ, સમૃદ્ધિ, મઝા, આનંદ અને સલામતી માટે પાંચ સંસ્થાની સ્થાપના કરી. | રાજ્ય પાસે | સરકારના ત્રણ અંગો | રાષ્ટ્ર પાસે |
1. રાજ્ય 2. કુટુંબ 3. સમાજ 4. ધર્મ 5. બજાર |
વિસ્તાર વસ્તી સરકાર સાર્વભૌમત્વ |
1. કારોબારી 2. ધારાસભા 3. ન્યાયતંત્ર |
ધર્મ સંસ્કૃતિ ભાષા ભૂગોળ |
- ટી બ્રેક
- રાજુસાહેબ (બનાસ બચાવો આંદોલન) નારાયણ દેસાઇ – લોકજાગૃતિ
- વાર્તા – રાજા, કામદાર અને ચોકીદાર વિશેની વાર્તા..
- ગીત – નારાયણભાઈ દેસાઈ લિખિત – “સાચી સત્તા લોકોની ભાઈ” – રાજુ સાહેબ દ્વારા
- સાર્વભૌમત્વ બે પ્રકાર –
- આંતરિક સાર્વભૌમત્વ
- બાહ્ય સાર્વભૌમત્વ
- સમાજવાદ અને મૂડીવાદની સમજૂતી આપી.
સમાજવાદ | મૂડીવાદ | |
કલ્યાણ – રાજ્ય – નફો મહત્વનો નથી સરકાર – ઉત્પાદન કરે – વિતરણ સરકારનો હેતુ સમાનતાનો ઉત્પાદન સાધનો – સરકારની માલિકી આયોજન |
હરીફાઈ – પસંદગી – કલ્યાણ સંપતિની સ્વતંત્રતા નફો કમાવા તર્કબદ્ધ વર્તન |
ખાનગી મિલકત વારસા પ્રથા સ્વકલ્યાણ સરકાર નહીંવત છે. |
બિનસાંપ્રદાયિકતાના ત્રણ સિદ્ધાંતો
- અલગતા
- સ્વતંત્રતા
- સમાનતા
લોકશાહી
- ચૂંટણી
- મતાધિકાર
- શાસક બદલવાનો અધિકાર
- નિર્ણયો બહુમતિથી થાય
- સૌના માટે સમાન કાયદા
- માનવ અધિકારો નું રક્ષણ થાય
- કાયદા માટેની સંમતિ
- પારદર્શિકા
- સ્વતંત્ર ન્યાયતંત્ર
મહત્વનો મુદ્દો
કાયદાનું શાસન – લોકશાહી
કાયદા દ્વારા શાસન – રાજાશાહી / સરમુખત્યાર શાહી
ન્યાયતંત્રના સિદ્ધાંતો
- બધા નાગરિકો માટે સમાન.
- સમાજમાં જુદી જુદી સંસ્થાઓ માટે આદર, માન હોવો જોઈએ.
- સમાજમાં ધનવાનોની વ્યવસ્થા અલગ ન હોવી જોઈએ.
- સમાજમાં અસમાનતા ઓછી કરવી.
- સૌને સરખી સ્વતંત્રતા મળે.
સ્વતંત્રતા – વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ, અને ઉપાસનાની સમજ આપી.
સમાનતા – તકની અને દરજ્જાની સમાનતા
બંધુતા અને વ્યક્તિનું ગૌરવની સમજ આપી
સુશાસન – સરકારની સમજૂતી
- પારદર્શિતા
- ઉત્તરદાયિતા
- વિકેન્દ્રીકરણ
- સહભાગિતા
- કાયદાનું શાસન
- માનવ અધિકારો
સાંજે ૫ વાગ્યે પ્રથમ દિવસની તાલીમ પૂર્ણ કરવામાં આવી.
Discover more from JEEVANTIRTH
Subscribe to get the latest posts sent to your email.