નમસ્તે.
જેમ દુનિયા ના કોઈ પણ ખૂણામાં જઈએ તો પણ ઘર ની યાદ આવે એમ ગમે ત્યાં નોકરી કરીએ ગમે તેવા નવાં લોકો સાથે જોડાઇએ તો પણ હંમેશાં જીવનતીર્થ જ યાદ આવે… આ સ્નેહમિલન જેવા અવસરનું આયોજન કરી ને સંસ્થા સાથે જોડાયેલા જૂના અને નવાં મિત્રો સાથે અલગ અલગ સંસ્મરણો વાગોળવાની ખૂબ જ મજા આવી.અલગ અલગ મિત્રો ના સંસ્થા સાથેના અનુભવો સાંભળી ને અહેસાસ થયો કે દરેક લોકો જીવનતીર્થ સાથે ખૂબ જ આત્મીયતા થી જોડાયેલાં છે. આટલાં સમય બાદ પણ જીવનતીર્થ નો બેચરાજી ટીમ પ્રત્યે પ્રેમ અને આદર એમનો એમ જ છે આ જાણી ને ખુબ જ ખુશીની લાગણી અનુભવાય છે. જીવનતીર્થ હંમેશા થી એક પરિવાર છે અને આગળ પણ આજીવન એક પરિવાર જ રહેશે… આવાં સ્નેહમિલન જેવાં અવસર નું આયોજન કરવા બદલ હું ખુશ્બુ પરીખ સમગ્ર બેચરાજી ટીમ વતી રાજુ સર અને દીપ્તિ મેડમ નો ખૂબ જ અંતઃકરણ થી આભાર વ્યક્ત કરું છું.
– ખુશ્બુ પરીખ
Translation:
Namaste
Just like no matter where we go in the world, we always miss home, similarly, no matter where we work or connect with new people, we always remember Jeevantirth… It was a lot of fun organizing an event like this gathering and reminiscing different memories with old and new friends associated with the organization. Listening to various friends’ experiences with the organization, we realized that everyone is deeply connected with Jivanteerth. Even after so much time, the love and respect for the Becharaji team from Jivanteerth remain the same, and knowing this brings immense joy. Jeevantirth has always been a family and will continue to be one for life… On behalf of the entire Becharaji team, I, Khushboo Parikh, sincerely thank Raju Sir and Deepti Madam for organizing such a heartwarming event like this gathering.
– Khushboo Parikh